વાંકાનેરમાં દશેરા નિમિત્તે રાજપૂત સમાજની વિશાળ રેલી નીકળી, શસ્ત્ર પુજન કરાયું

શોભાયાત્રામાં ઘોડા, પગપાળા તેમજ વાહનોના કાફલા સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ પરંપરાગત વેશમાં જોડાયા : સન્માન સમારોહ પણ યોજાયો

વાંકાનેર : વાંકાનેર શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમીની શોભાયાત્રા ગરાસીયા બોર્ડિંગથી યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાના અધ્યક્ષસ્થાને પ્રસ્થાન કરાવેલ જેમાં રાજપૂત સમાજના ભાઈઓ પોતાના પારંપરિક વસ્ત્રો થી સજ્જ થઈ ઘોડા, પગપાળા તેમજ વાહનોના કાફલા, બેન વાજા અને ઢોલીના તાલે વાંકાનેરના રાજમાર્ગો પર ફરેલ. જ્યાં અલગ અલગ સમાજ તેમજ વ્યક્તિઓ દ્વારા રેલીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવેલ. બાદ આ રેલી ક્લબ હાઉસ ગ્રાઉન્ડ ખાતે પહોંચી સૌપ્રથમ યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા પરંપરા મુજબ ખીજડા પૂજન કરેલ ત્યારબાદ રાજપૂત ભાઈઓ દ્વારા સામૂહિક શસ્ત્રપૂજન કરેલ.

કાર્યક્રમની શરૂઆતમાં આવેલ મહેમાનોને ફુલહાર કરી સ્વાગત કરેલ બાદ વાંકાનેર રાજપૂત કન્યા છાત્રાલયની દીકરીઓ દ્વારા સુંદર મજાનો તલવાર રાસ રજુ કરવામાં આવેલ ત્યારબાદ રાજસ્થાની કલાકૃતિનો ઘુમર રાસ રજુ કરેલ. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરી શિલ્ડ અર્પણ કરવામાં આવેલ.

વિજયાદશમીના આ પર્વ પર વર્ષોની પરંપરા મુજબ શસ્ત્ર પૂજન અને સરસ્વતી સન્માન સમારોહનું સુંદર આયોજન વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલા તેમજ વાંકાનેર રાજપૂત સમાજ પ્રમુખ વજુભા ઝાલા અને અન્ય આગેવાનો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે બધા સાથે મળી પ્રસાદ ગ્રહણ કરેલ. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાભરમાંથી રાજપૂત સમાજના હજારો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી પોતાના પારંપરિક વેશભૂષામાં આગવી ઓળખ ઉભી કરેલ.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274