ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધામાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાનો દબદબો યથાવત

વાંકાનેર : આદર્શ નિવાસી શાળા સંકુલ-રફાળેશ્વર, જી.મોરબી ખાતે ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત રમાયેલ જિલ્લા કક્ષા ની અં-૧૭, અં-૧૪ તથા ઓપન એઝ ગ્રુપ એમ ત્રણ કેટેગરીની બહેનોની કબડ્ડી સ્પર્ધામાં વાંકાનેર તાલુકાનો દબદબો યથાવત રહયો છે.

ઓપન એઝ ગ્રુપમાં વાંકાનેર તાલુકા ચેમ્પિયન સંસ્ક્રુતિ વિદ્યાલય-ચંદ્રપૂરની ટીમે મોરબી ખાતે પણ જિલ્લા કક્ષાએ વિજય મેળવી જિલ્લા ચેમ્પિયનનો ખિતાબ જાળવી રાખેલ છે તથા અન્ડર 17 કેટેગરીમાં એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલય-વાંકાનેર બીજો ક્રમે તથા મોહંમદી લોકશાળા-ચંદ્રપૂરની ટીમે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે તેમજ અં-૧૪ કેટેગરીમાં લાલપર પ્રાથમિક શાળા ની ટીમ બીજા ક્રમે રહેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્ક્રુતિ વિદ્યાલયની ટીમ ઓપન એજ કેટેગરીની રાજ્યકક્ષા ની ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તથા અં-૧૭ અને અં-૧૪ માંથી પસંદગી પામેલ ખેલાડી બહેનો જે તે કેટેગરીમાં મોરબી જિલ્લાની ટીમ નું પ્રતિનિધિત્વ કરશે