માળીયા નજીક બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત

માળીયા : માળીયા મિયાણા નજીક ઓવરબ્રિજના ઢાળ ઉપર એક ટ્રક આગળ જઇ રહેલા બીજા ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા આ અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું.માળીયા પોલીસે આ અકસ્માતના બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સણોસરા ગામે રહેતો ટ્રક ચાલક ચિરાગદિન અમીભાઈ શેખ પોતાનો જી.જે.18 એક્સ 8316 નબરનો ટ્રક લઈને ગતતા.16ના રોજ માળીયા નજીક ત્રણ રસ્તા પાસે ઓવરબીજના ઢાળ ઉપર પેટ્રોલપંપ સામેથી પસાર થઈ રહ્યો હતો.તે સમયે રોડ ઉપર આગળ જઇ રહેલા જી.જે.36 ટી. 6446 નબરનો ટ્રક પાછળ ઠાઠામાં તેનો ટ્રક ધડાકાભેર અથડાયો હતો.આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક ચિરાગદિન અમીભાઈ શેખને ગંભીર ઇજા થવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.બાદમાં ટ્રકના ક્લીનર મનસુખભાઇ મેરાભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતા આ અંગે માળીયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.