મોરબીમાં મકવાણા પરિવાર દ્વારા ગણેશમહોત્સવમાં અન્નકૂટનો પ્રસાદ ધરાવાયો

મોરબી : ગણેશ ઉત્સવના સમાપનના આગલા દિવસે મોરબી સ્થિત ખોડા ખવાસની શેરીમાં સ્થાપિત ગણપતિ પંડાલમાં મકવાણા પરિવાર દ્વારા બપ્પાને અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો.તારીખ 11 સપ્ટેમ્બરના રોજ મોરબીમાં મોચી ચોક પાસે આવેલી ખોડા ખવાસની શેરીમાં મકવાણા પરીવાર દ્વારા ગણેશ ઉત્સવમાં ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્નકૂટમાં 151થી પણ વધારે અલગ અલગ મીઠાઈ તથા ફરસાણ સહિતનો પ્રસાદ ગણપતિ બાપાને ધરવામાં આવ્યો હતો. મકવાણા પરીવાર દ્વારા પાછલા 7 વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેના આયોજન માટે જયેશભાઈ હિંમતભાઈ મકવાણા જહેમત ઉઠાવે છે.