મોરબી બાયપાસ પર અણધડ કામગીરીને કારણે વધુ એક કાર ખાડામાં ફસાઈ

સદભાગ્યે જાનહાની ટળી પણ રોડની કામગીરીમાં બેદરકારીને કારણે અકસ્માત ઝોન બનતો મોરબી રાજકોટ રોડ

મોરબી : મોરબી રાજકોટ રોડને ફોરલેન હાઇવે માટેની ચાલતી અણધડ કામગીરીને કારણે વધુ એક કાર ખાડામાં ફસાઈ હતી.જોકે સદનસીબે જાનહાની થઈ નથી પણ રોડના કામોમાં હદ બહારની બેદરકારીને કારણે મોરબી રાજકોટ રોડ અકસ્માત ઝોન બની રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર હવે જાગશે કે નહીં તેવો સવાલ ઉઠ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવવની કામગીરી ચાલી રહી છે.પણ આ કામગીરીમાં નીતિ નિયમી નેવે મુકતા હોવાથી વાહન ચાલકી માટે આ કામગીરી જોખમી બની ગઈ છે.અગાઉ રોડની અણધડ કામગીરીને કારણે અનેક અકસ્માત થયા હતા.ત્યારે વધુ એક બનાવમાં મોરબી રાજકોટ બાયપાસ પાસે ધ્રુવ હોસ્પિટલમ નજીક રોડ પર ખાડા ખોદયા બાદ ખુલ્લા છોડી દેવાતાં આ ખાડામાં આજે એક કાર ફસાઈ ગઈ હતી.જોકે અકસ્માતમાં કોઈ જાનહની થઈ નથી. પણ જોખમી ખાડાને કારણે વાહન ચાલકો પર અકસ્માતનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.