મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્વ. અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ સ્વ. અટલ બિહારી બાજપેયીજી ની પ્રથમ પુણ્યતિથિ નિમિતે લક્ષ્મીનગર ગામના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે પ્રજ્ઞાચક્ષુ ભાઇઓ – બહેનો સાથે સ્વ.બાજપેયીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, ઉપપ્રમુખ કે.એસ.અમૃતિયા, ટંકારા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જીલ્લા મહિલા ભાજપ મોરચા પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, જીલ્લા યુવા ભાજપ મોરચા પ્રમુખ રવિભાઈ સનાવડા સહિત અન્ય કાર્યકર્તા ભાઈઓ તથા મહિલા ભાજપ મોરચાના બહેનોની ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત રાધવજીભાઈ ગડારા અને કે.એસ.અમૃતિયાતરફથી સંસ્થાને 5 તેલના ડબ્બા અને 2 ગુણી ખાંડ નુ અનુદાન આપીને સાચા અર્થમા વાજપેયી જીને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી.