ટંકારાના વિરપર ગામે જાત જલાવીને સગીરાનો આપઘાત

ટંકારા : ટંકારાના વીરપર ગામે એક સગીરાએ અગમ્ય કારણોસર શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારના વિરપર ગામે રહેતી 17 વર્ષની સગીરાએ તેના ઘેર શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા ગંભીર હાલતમાં તેને ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવી હતી. જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

એ ડિવિઝનના એચ.એમ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી ટંકારા પોલીસને બનાવની જાણ કરતા ટંકારા પોલીસ મથકના ફિરોજભાઈ પઠાણ આગળની તપાસ ચલાવી રહ્યા છે. તેઓના જણાવ્યા મુજબ મૃતકના પિતાનું દસ વર્ષ અગાઉ મોત નીપજ્યું છે.