મોરબીના વીસી ફાટક અને નટરાજ ફાટક પાસે હાઈ માસ લાઈટો બંધ

- text


તંત્રને દિવસે પણ અંધારા આવી ગયા હોય તેમ રાત્રે લાઈટ બંધ અને દિવસે ચાલુ રહેતી લાઈટો !

મોરબી : મોરબીમાં ભારે ટ્રાફિક ધરાવતા વીસી ફાટક અને નટરાજ ફાટક સર્કલ પાસે ઘણા સમયથી હાઈ માસ્ક લાઈટો બંધ હાલતમાં છે.તેથી ભારે ટ્રાફિક ધરાવતા આ બન્ને સર્કલ પર વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે તંત્રને ધોળા દિવસે પણ આખે અંધારા આવી ગયા હોય તેમ અહીં ઘણી વખતે રાત્રીએ અંધકાર અને દિવસે લાઈટો ચાલુ રહે છે.

- text

મોરબીના વીસી ફાટક પાસેનું સર્કલ અને સામાકાંઠે આવેલ નટરાજ ફાટક પાસેના સર્કલ પાસે દિવસ દરમ્યાન અતિશય ટ્રાફિક રહે છે અને રાત્રે પણ આ બન્ને સર્કલો ટ્રાફિકથી ધમધમતા રહે છે.ત્યારે વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે અગાઉ આ બન્ને સર્કલ પર હાઈ માસ્ક લાઈટો નાખવામાં આવી હતી.જેથી રાત્રીના અંધકારમાં પણ આ સ્થળોમાં ભારે અજવાસ પથરાઈ છે.પણ છેલ્લા ઘણા સમયથી નટરાજ ફાટક અને વીસી ફાટક સર્કલ પાસે આવેલ હાઈ માસ્ક લાઈટો બંધ છે.જેથી ભારે અંધારપટ્ટ છવાયો છે.ત્યારે રાત્રી દરમ્યાન સામસામા વાહનો માટી લાઈટો પ્રકાશિત થવાથી અંજાઈ જવાના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે.જ્યારે આ લાઈટો મામલે તંત્રની બેદરકારીથી ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે.જેમાં ઘણી વખત આ સ્થળોએ લાઈટો રાત્રી દરમ્યાન બંધ રહે છે.તો ઘણી વાર દિવસે પણ લાઈટો ચાલુ રહે છે.જાણે તંત્રને રાત્રી દરમ્યાન દેખાતું હોય અને ધોળા દિવસે અધારા આવી ગયા હોય એવી સ્થિતિ જોવા મળી છે.ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.

- text