વધુ વરસાદ આવશે તો મોરબી જળમગ્ન બની જાય એવી પ્રિમોન્સૂન કામગીરી : બોલતા તસ્વીરી પુરાવા

- text


મોરબી : મોરબી નગરપાલિકા ચોમાસાની ઋતુ પહેલા પ્રિમોન્સૂન કામગીરીના દાવા કરતી હોય છે. કચરો સાફ કરવાની, નાલા સફાઈ કામગીરીના મસમોટા દાવાઓ કરવામાં આવે છે. છતાં નગરવાસીઓને હાથમાં સાવરણા, પાવડા, તગારા તેમજ જેસીબી જેવા વાહનો લઈને સ્વેચ્છાએ સફાઈ અભિયાનની કામગીરી કરવા મેદાને ઉતરવું પડે છે. આનો અર્થ એ થયો કે તો પછી મોટો પગાર ચૂકવાતા સફાઈ વિભાગની કામગીરી શુ છે? જો નાગરિકો સ્વયંભૂ સફાઈ કામગીરી ન કરે તો તો મોરબી નર્કાગારની હાલતમાં જ ફેરવાઈ જાય. એવી જ આ તસ્વીર એ બાબતનો બોલતો પુરાવો છે. રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક પાસેના નાલાની આ તસ્વીર ઘણું બધું કહી જાય છે. મોરબીની રવાપર રોડ પર એક ફુટ જગ્યાનો ભાવ ૧૫ થી ૨૦ હજાર હશે. આ એ વિસ્તારના નાલાની હાલત છે. જ્યાં ધન કચરો મોટા પાયે એકત્રિત થયો છે. આ એક વાસ્તવિક સ્થિતિની એવી કડવી હકીકત છે જે ખરેખર ચિંતાજનક છે. અહી ગટરમાં એ રીતે એટલો બધો ઘન કચરો ભેગો થયો છે કે જે મોરબીના સ્વસ્થ ભવિષ્ય માટે લાલબતી સમાન છે. પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના કાગળ પર કરેલા દાવાઓની પોલ અહીં છતી થાય છે. આ જગ્યાએ કોઈ પ્રકારની સફાઈ કામગીરી થઈ જ નથી. વધુ વરસાદ આવશે ત્યારે પાણીના સરળ નિકાલમાં આ કચરો બાધારૂપ બનશે. ત્યારે આ વિસ્તાર ચોક્કસથી એક બેટમાં ફેરવાઈ જશે એ નરી વાસ્તવિકતા છે. હજુ પણ પાલિકા પાસે થોડો સમય છે.

- text

જો કે આ કચરો ન ઉપાડવા માટે જેમ પાલિકા જવાબદાર છે એમ કચરો ફેંકવા માટે સ્થાનિકોની પણ જવાબદારી બને છે. આ રીતે ગટરો-નાલાઓમાં કચરો ફેંકીને નાગરિકો પોતાના તેમજ પરિવારના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. નાગરિકોએ પણ પોતાની ફરજ ચૂકવી ન જોઈએ.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text