અમરેલી ગ્રામ પંચાયતમાં ફરી જુના વિસ્તારો ભેળવી દેવામાં આવ્યા

- text


વર્ષોથી મોરબી પાલિકામાં આવતા વિસ્તારને ગ્રામ પંચાયતમાં સોંપી દેતા વિરોધ

મોરબી : મોરબી પાલિકામાંથી અલગ થયેલા અમરેલી ગ્રામ પંચાયતમાં ફરી જુના વિસ્તાર ભળી ગયા છે. જોકે તેની સાથે સાથે તંત્ર દ્વારા કરાયેલી ગંભીર ભૂલને કારણે વર્ષોથી મોરબી પાલિકામાં આવતો વિસ્તારમાં ગ્રામ પંચાયતને સોંપી દેતા વિરોધ શરૂ થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના દસ્તાવેજ પાલિકા કચેરી વિસ્તારમાં આવતા હોય આજદિન સુધી પાલિકામાં વેરા ભર્યા, ચૂંટણી વખતે મતદાન પાલિકામાં કર્યું, તો શા માટે હવે નગરપાલિકા વિસ્તારમાંથી દૂર કર્યા તે અંગે અનેક સવાલ ખડા થયા છે. સ્થાનિક તંત્રની બેદરકારીને પગલે આ વિસ્તાર ગ્રામ પંચાયતમાં ભળી ગયાની આક્ષેપ કર્યો હતો. આજે આ મુદે સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક લોકો કલેકટર અને ચીફ ઓફિસરને મળ્યા હતા અને ક્યાં આધારે આ વિસ્તાર પાલિકા માંથી દૂર કર્યા તે અંગે જાણકારી માંગી હતી અને ફરીવાર પાલિકા વિસ્તારમાં ભેળવવામાં આવે તેવી માગણી કરી હતી.

- text

રાજય સરકારના જાહેરનામા મુજબ કાર્યવાહી થઈ છે

2015માં ચૂંટણી વખતે થયેલા સીમાંકન વખતે પાલિકામાં અમરેલી શક્ત શનાળા, વજેપર ઓજી, માધાપર ઓજી સહિતના ગામને પાલિકામાં ભેળવી હતી. જોકે બાદમાં ગામ લોકોનાં વિરોધને કારણે સરકારે ફરી શક્ત શનાળા અને અમરેલી ગામને પાલિકામાંથી દૂર કરવા જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં એવી સ્પષ્ટતા કરાઈ હતી કે 2015 દરમિયાન સીમાંકન વખતે જે વિસ્તારમાં પાલિકામાં ભેળવ્યો તે ફરી બાકાત કરવામાં આવે અને 2015નાં સીમાંકનને આધારે અમે સર્વે નમ્બર આધારે ગ્રામ પંચાયતમાં ભેળવવા પાલિકામાંથી બાકાત કર્યા હતા, તેમ ચીફ ઓફીસર સાગર રાડીયાએ જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text