મોરબી : આવતીકાલ 23મીએ લઘુઉદ્યોગ ભારતીની રજત જયંતિની ઉજવણી

મોરબી : મોરબીના લઘુઉદ્યોગ ભારતીના રજત જયંતિ નિમિતે આવતીકાલ 23ને મંગળવારે સાંજે 5:00 થી 7:30 દરમિયાન હોટલ શિવ અજંતા, ત્રાજપર ચોકડી, મોરબી ખાતે રજત જયંતિ વર્ષે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આવતીકાલે લઘુઉદ્યોગ ભારતીની રજત જયંતિની ઉજવણી કરવામાં આવશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા, અતિથિ વિશેષ તરીકે ગુજરાત પ્રાંત અધ્યક્ષ શ્યામસુંદર સલુજા, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વજુભાઇ વઘાસીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ અને મોરબી જિલ્લા પૂર્વ અધ્યક્ષ પંચાણભાઈ ભૂત તથા ગણમાન્ય અતિથિ તરીકે રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત અજંતા ઓરેવા ગૃપના અગ્રગણ્ય ઉદ્યોગપતિ જયસુખભાઇ ભાલોડીયા તથા ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો મુકેશભાઈ ઉધરેજા, નિલેશભાઈ જેતપરીયા, કિશોરભાઈ ભાલોડીયા, કિરીટભાઈ પટેલ અને શશાંકભાઈ દંગી ઉપસ્થિત રહેશે. તદુપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર જી.ટી. ઝાલા અને મેનેજમેન્ટ સિસ્ટમના ટ્રેનર કલ્પેશભાઈ કુલાર વિશેષ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે સંસ્થાના અધ્યક્ષ સુરેશભાઈ કાસુન્દ્રા અને જિલ્લા કમિટીના સદસ્યો દેવેન્દ્રભાઈ કલોલા અને નિલેશભાઈ ફૂલતરીયાએ અનુરોધ કર્યો છે. આ સંમેલન વિશે વધુ માહિતી માટે રમેશભાઈ પંડ્યા(9157930409)નો સંપર્ક સાધવા જણાવાયું છે અને રજીસ્ટ્રેશન વ્યવસ્થા હોવાથી 15 મિનિટ વહેલા પહોંચવા જણાવવામાં આવ્યું છે. 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne