મોરબી : નવા જાબુડિયા ગામે પરિણીતા તેના પુત્ર સાથે ગુમ

- text


મોરબી : મોરબીના નવા જાબુડિયા ગામે આવેલ સીરામીક ફેકટરીમાં રહેતી પરણીતા તેના પુત્ર સાથે લાપતા બની હોવાનો બનાવ સામે આવ્યો છે. તાલુકા પોલીસે માતા પુત્ર બન્નેની ગુમસુદા નોંધીને શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના નવા જાંબુડિયા ગામે આવેલ ઇટાકા સીરામીક કારખાનામાં રહેતી શોભનાબેન કિરણભાઈ વાઘેલા તેના 8 માસના પુત્ર ધાર્મિકને લઈને ગતતા.10 રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.ત્યારબાદ સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ બન્નેની સગા સંબંધીઓમાં તપાસ કરી હતી.પરંતુ આજદિન સુધી બન્નેનો કોઈ પત્તો ન લાગતા અંતે આજે તેના પતિ કિરણભાઈ ઉર્ફે કરણભાઈ વાઘેલાએ પોતાની પત્ની અને પુત્ર ગુમ થયાની તાલુકા પોલીસ મથકે નોંધ કરાવતા પોલોસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.

- text

- text