મોરબી : હાઇવે પર 8 ઈ-વે બિલ વિનાની ટ્રકો ઝડપાઇ

- text


જીએસટી ટીમના ચેકિંગમાં કુલ 18 ઈ-વે બિલ વિનાની ટ્રકો પકડાઈ

મોરબી : મોરબીમાં જીએસટી દ્વારા થયેલી તપાસ દરમિયાન એક સપ્તાહમાં ઈ-વે બિલ વિનાની 8 ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે. જીએસટી દ્વારા હાઇવે પર ચેકીંગ રૂટિન છે, પરંતુ ચેકીંગ દરમિયાન ગણ્યાગાંઠ્યા ટ્રકો જ ઝડપમાં આવ્યા છે, જયારે દરોડામાં કરોડોની રકમ મળતા અધિકારીઓ પર શંકા ઉદ્ભવે છે.
રાજકોટ જીએસટી ડિવિઝન 10 અને 11ની મોબાઈલ ચેકીંગ ટીમો દ્રારા છેલ્લા એક સપ્તાહ દરમ્યાન હાઇવે પર કરાયેલ ચેકીંગમાં કુલ 18 ટ્રકોને ઈ-વે બિલ વગરની ટ્રકો ઝડપાઇ હતી અને વેરો અને દંડ પેટે રૂ.54 લાખની વસુલાત કરવા માં આવી છે. રાજકોટ અને મોરબી જિલ્લાના હાઇવે પર ચેકીંગ કરી અને સીરામીક તથા પ્લાયવુડ ભરેલી 8 ટ્રકો ઇ-વે બિલ વગર ઝડપાઇ હતી અને રૂ.40 લાખનો વેરો અબે દંડ વસુલ કરવામાં આવી હતી. જ્યારે જામનગર અને કચ્છ હાઇવે પર ચેકીંગ દરમ્યાન સ્ક્રેપ, હાર્ડવેર, ઇલે. પાર્ટ્સ, એલ્યુમિનિયમ વાયર અને ફેબ્રિક હોલ ભરેલી 10 ટ્રકો ઇ-વે બિલ વગર ઝડપાઇ હતી જેમાં 14 લાખની દંડ અને વેરાની વસુલાત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text