વાંકાનેર : 2.10 લાખના મુદ્દામાલ સહિત દેશી દારૂના જથ્થા સાથે 3 બુટલેગર ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના જિનપરા જકાતનાકા પાસે દેશી દારૂના જથ્થા સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી ઇકો કાર સહિત કુલ 2,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે રોડ પર પો.ઇન્સ. એચ.એન.રાઠોડ, પ્રો.પો.સબ.ઇન્સ. પી.સી.મોલિયા, એ.એસ.આઈ. એ.આર.પટેલ, પો.કોન્સ. અરવિંદભાઈ ઓળકીયા, પો.કોન્સ. મહેન્દ્રભાઈ વડગામા, પો.કોન્સ. મહેન્દ્રભાઈ વડગામા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી હકીકતને આધારે ઇકો કાર નંબર GJ 03 KP 8746 (કિંમત રૂપિયા 2 લાખ)ની તલાશી લેતા એમાંથી દેશી દારૂના 10 નંગ બાચકા, દેશી દારૂની 100 કોથળી, 500 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 10,000 આમ કુલ રૂપિયા 2,10,000નો મુદ્દા માલ કબજે કરી ગેરકાયદે દેશી દારૂની વેચાણ અર્થે હેરફેર કરવાના ગુન્હામાં યાસીન મહમદભાઈ દસાડીયા રહે. રાજકોટ દૂધસાગર ડેરી સામે, કમલેશ ભનુભાઈ ભખોડીયા રહે. શેરી નંબર 3, પ્રકાશ ખુપચંદની સામે, ચુનારાવાડ, મોરબી અને વિક્રમ હકાભાઈ ચૌહાણ રહે. હાલ નાળિયેરી, તા. ચોટીલા, મૂળ રહે. ચિરોડા, તા.ચોટીલા, જી. સુરેન્દ્રનગર વાળાઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text