મોરબી ગ્રાહક સુરક્ષાએ ખામી યુક્ત મોબાઈલ માટે ગ્રાહકને 6 ટકા વ્યાજ સહિત વળતર અપાવ્યું

- text


મોરબી : મોરબીના ગ્રાહકે ખામી યુક્ત મોબાઈલ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરતા મોબાઇલની કંપની પાસેથી ગ્રાહક સુરક્ષા મંડળે મોબાઈલ ધારકને 6 ટકા વ્યાજ સહિત પૂરું વળતર અપાવ્યું હતું.

મોરબીના યજ્ઞેશ વરમોરાએ પુજારા ટેલિકોમ નામની મોબાઇલની દુકાનમાંથી એલ.જી. કંપનીનો મોબાઈલ 38700 રૂપિયામાં ખરીદ્યો હતો. જે મોબાઈલ ખામીયુક્ત હોવાથી એ બદલી ન આપતા કે કંપની તરફથી કોઈ યોગ્ય ન કરાતા ગ્રાહકે આ સંદર્ભે ગ્રાહક સુરક્ષા મંડળમાં એલ.જી. કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં ગ્રાહકની યોગ્ય રજૂઆતને ગ્રાહ્ય રાખી ગ્રાહક તકરાર નિવારણ પંચે મોબાઈલ ધારકને એલ.જી. કંપની તરફથી 6 ટકા વ્યાજ સહિત રકમ ચૂકવવા હુકમ કર્યો હતો.

- text

મોરબીમાં વારંવાર ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજવામાં આવે છે. આવા સેમિનારમાં ભાગ લઈ ગ્રાહકોએ એમના હિત અંગે સાવધાન થવા જણાવવામાં આવે છે. ત્યારે નાગરિકોને આવા સેમિનારમાં સામેલ થઈ પોતાના હક્ક અંગે સજાગ રહેવા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ આહવાન કર્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text