મોરબીમાં અંતે 190 પ્રધાનમંત્રી આવસોનો આજે ડ્રો યોજાશે

- text


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 490 લાભાર્થીઓને આવાસોની સોંપણી શરૂ કરાઇ : આજે બીજા 190 આવાસોનો ડ્રો યોજાશે

મોરબી : મોરબી પાલિકા તંત્ર દ્વારા આજથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના કુલ 490 લાભાર્થીઓને અવસોની સોંપણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવ્યા છે.જેમાં આજે 300 જેટલા લાભાર્થીઓને આવાસોની સોંપણી કરવામાં આવી હતી અને બાકીના લાભાર્થીઓને આવાસો સોંપવાની કાર્યવાહી ચાલુ છે.જ્યારે આવતીકાલે તા.2ના રોજ બીજા 190 આવાસોનો ડ્રો કરવામાં આવશે.

મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સામાન્ય વર્ગના લોકોને ઘરનું ઘર મેળવવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ આવાસો બનાવવામાં આવ્યા હતા.જેમાં 490આવાસો તૈયાર થતા અગાઉ ડ્રો કરવામાં આવ્યો હતો.અને 490 લાભાર્થીઓએ પાલિકામાં નાણા પણ ભરપાઈ કરી દીધા હતા.પરંતુ લાંબા સમય સુધી આવાસોની સોંપણી ન થતા અનેક વખત રજુઆત કરવામાં આવી હતી.ત્યારે અંતે પાલિકા તંત્ર દ્વારા આજથી આવાસોની સોંપણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં નગરપાલિકા તંત્ર દ્વારા આજે 300 જેટલા લાભાર્થીઓને આવાસોની સોંપણી કરવામાં આવી હતી અને બાકીના લાભાર્થીઓને આવાસો સોંપવાની કાર્યવાહી ચાલુ છે.જ્યારે અગાઉ આ 490 આવાસોનો ડ્રો થઈ ગયા બાદ કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ બીજા બનાવેલા 190 આવાસો માટે ગતતા.21/5/2018થી તા.16/6/2018 સુધી ફોમ ભરવાની પ્રક્રિયા ચાલી હતી.જેમાં ફોર્મ લેવા બાબતે વધુ અરજદારો ઊમટતા ભારે આવ્યવસ્થા સર્જાઈ હતી. અરજદારોની મોટી ભીડથી નોટબધીની યાદ તાજી થઈ હતી.આ 190 આવાસો માટે 1506 જેટલા લાભાર્થીઓ છે.જેનો ડ્રો આવતીકાલે તા.2ને મંગળવારે ટાઉનહોલ ખાતે ડ્રો યોજાશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text