મોરબી પાલિકામાં માત્ર એક જ કોમ્યુટરને કારણે ડચકા ખાતો જન્મ મરણ વિભાગ

- text


એક જ કોમ્યુટરને કારણે ધીમી કામગીરી થતા દરરોજ લાગતી લોકોની મસમોટી લાઈનો : બહારગામથી આવતા લોકોને ભારે હેરાનગતિ

મોરબી : મોરબી પાલિકામાં જન્મ મરણ વિભાગ માત્ર એક જ કોમ્યુટરના સહારે ચાલી રહ્યો છે.એક જ કોમ્યુટર હોયને સામે અરજદારોનો મોટો વર્ગ હોવાથી લાંબા સમયથી આ કામગીરી ડચકા ખાઈ રહી છે.જેને કારણે દરોજજ પાલિકામાં લોકોની લાંબી લાઈનો લાગે છે.જ્યારે બહારગામથી આવતી મહિલા સહિતના લોકોની કફોડી હાલત થઈ જાય છે. મોરબી નગરપાલિકા આવેલા જન્મ મરણ વિભાગ હાલ એક કોમ્યુટરના સહારે ડચકા ખાઈ રહ્યો છે.મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ મોટા પ્રમાણમાં લોકો જન્મ મરણના દાખલા કઢાવવા પાલિકા કચેરીએ આવે છે. જન્મ મરણના દખલા કઢાવવા આવતા લોકોનો મોટો વર્ગ છે.સામે પાલિકાના જન્મ મરણ વિભાગમાં જન્મ મરણના દાખલાની પ્રિન્ટ કાઢવા માટે એક જ કોમ્યુટર છે.તેથી કામગીરીમાં ઘણો વિલંબ થાય છે.એક પીસીથી આટલા મોટા પ્રમાણ આવતા લોકોના દાખલા નીકળી શકે એમ નથી.તેથી જન્મ મરણ વિભાગમાં દરરોજ લોકોની લાંબી લાઈનો જોવા મળે છે.જ્યારે ગ્રામ્ય વિસ્તારોના લોકોની કફોડી હાલત થાય છે.જેમાં મહિલાઓ તેમને નાના બાળકીને તેડીને જન્મ મરણના દાખલા કઢાવવા આવે છે.પણ કામગીરીમાં ઘણો વિલંબ થતો હોવાથી મહિલાઓને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે.ત્યારે જન્મ મરણ વિભાગમાં લોકોને સમયસર દાખલા મળી જાય તે માટે સિસ્ટમને ડેવલપ કરવી જરૂરી બની છે.આ માટે પાલિકા તંત્ર નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે તેવી માંગ ઉઠી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text