મોરબી : આવારા તત્વોના ત્રાસથી રોષે ભરાયેલો લોકોનું ટોળું પોલીસ મથકે પોહચ્યું

- text


જેઇલ રોડ પરના વણકરવાસમાં છાસવારે રોમિયોગીરીની ઘટનાથી રોષે ભરેયેલા લોકો મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથકે ધામા નાખી પોલીસને ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના જેલ રોડ પર આવેલા વણકરવાસ વિસ્તારમાં લૂખા અને આવારાગરદી કરતા તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે થોડીવાર પેહલા બાઇકમાં આવેલા અમુક આવારા તત્વોએ ફરીથી પોતાના લખણ જળકાવી મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ એ ડિવિઝન પોલીસ મથકે રજુઆત કરવા દોડી ગયા હતા.

પોલીસ મથકે પોહચેલા મોટી સંખ્યામાં લોકોએ પોલીસને તેમના વિસ્તારમાં બેખોફ થતી રોમિયોગીરી અને આવારા તેમજ લુખ્ખા તત્વોના ત્રાસ અને ઉગ્ર રજુઆત કરી હતી. તેમેજ આવા તત્વોને કાયદાનો કોઈ ડરના હોય તેમ ખુલ્લેઆમ યુવતીઓ અને મહિલાઓની પજવણી કરે છે અને જો એમને રોકવામાં આવે તો દાદાગીરી કરે છે. ત્યારે જ્યાં સુધી પોલીસ આવા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી પોલીસ મથકે જ ધામા નાખવાની લોકોએ ચીમકી આપતા પોલીસ હરકતમાં આવી છે.

હાલ પીએસઆઈ એમ.વી.પટેલ તેમેજ ડી સ્ટાફના શેખા રબારી,મણીલાલ ગામેતી, રસિક પટેલ સહિતની ટીમે આવારા તત્વો વિરુદ્ધ ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે અને રજુઆત કરવા આવેલા લોકોની ફરિયાદના અનુસંધાને આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરી લોકોનો ગુસ્સો શાંત પડવાના પ્રયાસો કર્યા છે.

- text

- text