મોરબી અપડેટ ઈમ્પેક્ટ : વાંકાનેરમાં નેશનલ હાઈવે મેન્ટેનન્સ ટીમ દ્વારા પાણીનો નિકાલ કરાયો

- text


વાંકાનેર નેશનલ હાઈવે પરના સર્વિસ રોડમાં પાણી ભરાયાના સમાચારો પ્રસિદ્ધ થતાં નેશનલ હાઈવે મેન્ટેનન્સ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી, ટ્રેક્ટર તેમજ 15 મજૂરોની ટીમ કામે લગાડી

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ રેલ્વેના બ્રીજ નીચે સર્વિસ રોડ પર થોડા વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા હતા અને રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ બાબતના સમાચારો મોરબી અપડેટ દ્વારા ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવેલ જેના અનુસંધાને નેશનલ હાઈવે મેન્ટેનન્સ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી, ટ્રેક્ટર તેમજ 15 મજૂરોની ટીમ સાથે રેલ્વે બ્રિજના સર્વિસ રોડ પર નાલાની સફાઈ હાથ ધરેલ તેમજ રેલ્વે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે સર્વિસ રોડમાંથી રસ્તો બનાવી પાણીના નિકાલમાં અડચણરૂપ માટી નાખેલ જેને દૂર કરવામાં આવેલ.

- text

નેશનલ હાઈવેની ટીમ દ્વારા તાત્કાલિક પગલાં લઈ સર્વિસ રોડ લોકોની અવરજવર માટે સ્વચ્છ બનાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. તેમ છતાં અહીં રેલ્વેનું ડબલ ટ્રેકનું કામ ચાલુ હોય કામ કરતાં કોન્ટ્રાક્ટરો લોકોની હાલાકી ને ગણકારતા નથી અને બધા નીતિ નિયમ નેવે મૂકી કામગીરી કરી રહ્યા છે નેશનલ હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે જે વોંકળો આવેલ હતો તેમાં માટી નાખી બુરી દીધેલ છે તેમજ નાની એવી ગટર વરસાદી પાણીના નિકાલ માટે રાખેલ છે જે ગટર વરસાદી પાણીના નિકાલ માટે નાની હોય વધુ વરસાદમાં નેશનલ હાઈવે પર પાણીનો જમાવડો જોવા મળશે આ બાબતે રેલ્વે પ્રશાસન ધ્યાન આપી યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી છે.

- text