મોરબી : વાયુ વાવાઝોડાને લઈને નવલખી રૂટના સાત ગામોના એસટી બસ રૂટ કેન્સલ

- text


માળીયા : વાયુ ચક્રવાતના સંભવિત નુકશાનને ખાળવા નવલખી વિસ્તારના સમુદ્ર તટ વિસ્તારના સાત ગામોના એસટી બસ રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે.

ટ્રાફિક કન્ટ્રોલ ઇન્સ્પેકટર બકાભાઈના જણાવ્યા અનુસાર નવલખી વિસ્તારના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવેલા નવલખી, વાજડવા, તરઘડી, માળીયા, જાજાસર, નાની બરાર અને સુલતાનપુર જતી આવતી તમામ એસટી બસની ટ્રીપ આગલી સૂચના ન મળે ત્યાં સુધી રદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડાની સંભવિત અસરોનો સામનો કરવા માટે ગુજરાત સરકાર પાછલા છ દિવસથી તમામ તૈયારીઓ કરી રહ્યું છે કે જેથી કરીને જાન માલનું ઓછામાં ઓછું નુકશાન થાય. એ સંદર્ભે ગુજરાત પરિવહન નિગમ પણ એલર્ટ મોડમાં આવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text