મોરબીમાં યુવાનનો ઝેર પીને આપઘાત

મોરબી : મોરબીના યોગીનગર વિસ્તારમાં આજે એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેર પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના બૌદ્ધનગરમાં રહેતા કાનજીભાઈ હીરાભાઈ વઘોરા યોગીનગર વિસ્તારમાં આજે બપોરના સમયે કામ કરતા હતા તે વેળાએ તેઓએ કોઈ અગમ્ય કારણોસર મોનોકોટો નામનું ઝેર પી લીધું હતું. જો કે તેઓને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હતું. આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે.