મોરબીમા પુલ નીચેથી 50 ઝુંપડા હટાવાયા : તમામને અન્ય સ્થળે અપાયો આશરો

- text


 

વાવાઝોડાના પગલે પાલિકાની કાર્યવાહી : ગરીબ પરિવારો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ

મોરબી : મોરબી પાલિકાએ વાવાઝોડાના પગલે સુરક્ષાના ભાગરૂપે પાડા નીચેથી 50 જેટલા ઝુંપડા હટાવી લીધા છે. આ ઝૂંપડામાં રહેતા ગરીબ લોકોને ધર્મશાળા તેમજ કોમ્યુનિટી હોલમાં આશરો પણ આપ્યો છે. વધુમાં આ લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

- text

વાયુ વાવાઝોડાની સંભવત અસરથી સમગ્ર મોરબી જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. અધિકારીઓ રાતભર સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે કામગીરી કરી રહ્યા છે. જેમાં આજે પાડાપુલની નીચે આવેલા 50 થી વધુ ઝૂંપડાઓ પાલિકાની ટીમે હટાવ્યા છે. આ ઝુંપડા પાણીની જગ્યામા નડતરરૂપ હોય અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. ઉપરાંત 15 જેટલા ઝૂંપડાઓ ઉપર અગાઉ ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ ફરી 50 જેટલા ઝૂંપડાઓ તાત્કાલિક તોડી પાડવામાં આવ્યા હતા.

બાદમાં આ ઝૂંપડાઓમાં રહેતા 150 જેટલા ગરિબ પરિવારોને ધર્મશાળા તેમજ કોમ્યુનિટી હોલમાં આશરો આપવામાં આવ્યો છે. આ સાથે સંગ્રામસિંહના નેજા હેઠળ આ પરિવારો માટે જમવા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

- text