મોરબી : ભારત ઓસ્ટ્રેલિયા મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો

- text


મોરબી : ગઈ કાલે રમાયેલા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેચનો હરજીતનો સટ્ટો રમતા એક ઇસમને મોરબી એલસીબીએ 14500 રૂપિયાના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે.

બીજા દાવમાં ભારે રોમાંચક રહેલી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં હાર જીત તથા રન ફેર પર સટ્ટો રમતા જ્યેન્દ્રસિંહ ઉર્ફે જયપાલ બાબુભા જાડેજા રહે. વાવડી રોડ, કારીયા સોસાયટી, મોરબી વાળાને મોબાઈલ ફોન નંગ 4 કિંમત 3500 રૂપિયા તથા રોકડા રૂપિયા 11000 આમ કુલ મળી 14500 રૂપિયાના મુદ્દા માલ સાથે દબોચી લીધો છે. આ ઉપરાંત જેના મકાનમાં સટ્ટો રમાડાતો હતો એવો મનીષ બાબુભાઇ મિયાત્રા, રહે . મિલનપાર્ક, શેરી નંબર 3, વાવડી રોડ, મોરબી સ્થળ પરથી હાજર ન મળી આવતા તેને પકડવાની તજવીજ હાથ ધરી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ મોરબી એ.ડીવી.પો.સ્ટે.માં ગુનો નોંધાયો છે. આ કાર્યવાહીમાં પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text