મોરબીની આર.ઓ.પટેલ.મહિલા.કોલેજનું બી.કોમનું ઝળહળતું પરિણામ

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા બી.કોમ. સેમેસ્ટર 2 (ન્યુ કોર્ષ) નું 39.40% જેટલું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું ઈંગ્લીશ મિડીયમનું રીઝલ્ટ 95% જેટલું રેકોર્ડબ્રેક અને ગુજરાતી મિડીયમનું રીઝલ્ટ 78% જેટલું મેળવી તેમજ આમ એકંદરે બન્ને સાથે મળીને કોલેજનું 86.40% જેટલું રીઝલ્ટ મેળવીને B Com. Sem 6 અને Sem 4 પછી Sem 2 માં પણ યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે. છેલ્લાં 5 વર્ષોથી આવા ઝળહળતાં રીઝલ્ટ માટે ક્વોલિટી બૈઝ્ડ એજ્યુકેશન આપીને સૌરાષ્ટ્રની એક અગ્રણી કોમર્સ કોલેજ તરીકે ઉભરી આવી છે.

કોલેજમાં પ્રથમ નંબરે ચારોલા આશાબેન પરસોતમભાઈ 643/800 (યુનિવર્સિટી રેન્ક 16), બીજા નંબરે અઘારા જીંકલબેન અતુલભાઈ 621/80‌0 (યુનિવર્સિટી રેન્ક 36),ત્રીજા નંબરે ચાવડા આરતીબેન અનિલભાઈ 618/800 (યુનિવર્સિટી રેન્ક 39),ચોથા નંબરે મકવાણા જાનવીબેન ધર્મેશભાઈ 614/800 (યુનિવર્સિટી રેન્ક 43), અનેપાંચમા નંબરે બારડ પાયલબેન પરસોતમભાઈ 612/800 (યુનિવર્સિટી રેન્ક 45) માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ રોશન કર્યું છેકુલ 242 વિધાર્થિનીઓ માંથી 185 વિધાર્થિનીઓ એટલે કે 76% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે.

- text

શિક્ષણનું માર્કેટિંગ નહીં પણ શિક્ષણનું જતન આ સંસ્થા અને કોલેજનો હંમેશને માટે મૂળમંત્ર છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેની નવીનત્તમ પધ્ધતિઓ સ્વીકારવા કોલેજ હરહંમેશા પ્રયત્નશીલ રહે છે.આજના સ્પર્ધાત્મક યુગમાં વિધાર્થિનીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે સંખ્યાબંધ સંદર્ભ પુસ્તકોનો વિશાળ ખજાનો ધરાવતી લાઈબ્રેરી અને કમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓથી સુસજ્જ છે. તદુપરાંત કોમર્સની વિધાર્થિનીઓને અભ્યાસ સાથે પ્રેકટીક્લ નોલેજ મળી રહે તે માટે ઔધોગિક એકમોની સમયાંતરે મુલાકાતનું પણ આયોજન કરવામાં આવે છે.સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ શ્રી વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ શ્રી અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના એચ. ઓ. ડી. મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text