ટંકારામાં ફાયર સેફટી રામભરોસે : તંત્રને કાર્યવાહીમાં કોની શરમ નડે છે ?

- text


ટંકારમાં 100થી વધુ કોટન મિલ અને 15 જેટલી ખાનગી શાળા તથા ટ્યુશન કલાસીસમાં ફાયર સેફટીની મોટી ઉણપ : ફાયર બ્રિગેડ ન હોવાથી આગ લાગે ત્યારે જાનમાલની સલામતી ભગવાન ભરોસે : સુરતમાં ગોઝારી ઘટના પછી પણ ટંકારમાં કાર્યવાહીના નામે મીંડું

ટંકારા : ટંકારામાં તંત્રના પાપે ફાયર સેફટીની સુવિધા વર્ષોથી રામભરોસે છે.ટંકારા કોટન મિલનું હબ છે અને 14થી વધુ ખાનગી શાળા તથા ટ્યુશન કલાસીસ હોવા છતાં આ સંસ્થાઓમાં કોઈપણ પ્રકારની ફાયર સેફટીની સુવિધા નથી.સૌથી ગંભીર બાબત એ છે ટંકારમાં ફાયર બીગ્રેડની સુવિધા જ નથી. તેથી આગ લાગે ત્યારે મોરબી રાજકોટ અને વાંકાનેર નિર્ભર રહેવું પડે છે અને અહીંથી ફાયર સુવિધા પહોંચે ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે.આ રીતે તંત્રના પાપે ટંકારાની જાનમાલની સલામતી ભગવાન ભરોસે છે.પણ કદાચ સુરત જેવી ઘટના ટંકારા બને તો તેના માટે જવાબદાર કોણ બનશે ?

- text

મોરબી અને રાજકોટ જિલ્લા સાથે સંકળાયેલા ટંકારા તાલુકો કોટન મિલનું હબ ગણાય છે.આશરે 100થી વધુ કોટન મિલ આવેલી છે.આ કોટન મીલોમા વારંવાર આગની દુર્ઘટના બને છે.એક અંદાજ મુજબ કોટન મિલમાં 25થી વધારે આગ લાગવાના બનાવો બને છે.તે ઉપરાંત 35થી વધુ પેકેજીગ અને પોલીપેકના કારખાના તથા 14 જેટલી ખાનગી શાળા તેમજ નાના મોટા ખાનગી ટ્યુશન ક્લાસિસો આવેલા છે. પરંતુ આ તમામ જગ્યાએ ફાયર સેફટીની મોટી ખામી છે.ખાનગી શાળા ,હોસ્ટેલ અને ટ્યુશન કલાસીસમાં ફાયર સેફટીની કોઈપણ સુવિધા જ નથી આ સંસ્થાઓમાં કદાચ આગ લાગે તો તંત્રના પાપે મોટી દુર્ઘટના સર્જાય તેમ છે.ટંકારા આ રીતે વિકસિત થતો હોવા છતાં સૌથી મોટી ખામી એ છે કે ટંકારામાં ફાયર સ્ટેશન જ નથી. અવાર નવાર આગ લાગે ત્યારે મોરબી અને વાંકાનેર તથા રાજકોટના ફાયર બ્રિગેડની મદદ લેવી પડે છે.અને અહીંથી ટંકારા ફાયર બીગ્રેડ પહોંચે ત્યાં સુધીમાં ઘનુબધુ નુકશાન થઈ જાય છે .આવી રીતે ફાયર સેફટીની સુવિધાઓના નામે મીંડું હોવા છતાં જાડી ચામડીના શાસકો કે નપાણિયું તંત્રનું જરાય રુવાડુય ફરકતું નથી હદ તો ત્યારે થઈ ગઈ કે સુરતની ઘટના પછી સમગ્ર રાજ્યમાં સરકારની સૂચનાને પગલે સ્થાનિક તંત્રને રેલો આવ્યો છે.પણ ટંકારામાં હજુ સુધી નઘરોળ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી.જે દર્શવે છે કે તંત્રની સંવેદના બુઠી થઈ ગઈ છે.કદાચ ટંકારામાં સુરત જેવી ઘટના બને તો સ્થાનિક તંત્ર મગરના આંસુ સારવા સિવાય કશું જ નહીં કરે !

- text