હળવદના વેજનાથ મહાદેવ મંદિરે કાલે નેત્ર યજ્ઞ કેમ્પ

હળવદ : હળવદના સરા ચોકડી પાસે આવેલ વેજનાથ મહાદેવ મંદિર ખાતે કાલે તા.23ના રોજ ગુરુવારે સવારે 9-30થી 12-30 દરમ્યાન પૂજ્ય રણછોડદાસજી બાપુ હોસ્પિટલ અને ભારત સેવક સમાજ તથા ગીરીશભાઈ સાધુ દ્વારા નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંખના દર્દીઓની આંખોનું નિદાન કરશે.જે દર્દીઓને આંખમાં મોતિયો હોવાનું નિદાન થશે તેમને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.જેમાં હળવદથી રાજકોટ લઈ જઈ લેટેસ્ટ મશીનરીથી ડોક્ટરો દ્વારા ટાકા વગરના ફેકો મશીનથી ઓપરેશન કરી આપવામાં આવશે અને દર્દીઓને હોસ્પિટલમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ દર્દીઓને ચશ્મા તથા ટીપાં અને જરૂરી દવા વિનામૂલ્યે આપવામાં આવશે.તેથી આવતીકાલે યોજાનાર નેત્ર નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓને લાભ લેવાનો અનુરોધ કરાયો છે.