મોરબી : એલ.ઈ. ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેમની કૃતિઓનું પ્રદર્શન યોજાયું

- text


મોરબી : મોરબી જિલ્લાની એલ.ઈ. ડિપ્લોમા કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ કૃતિઓનું પ્રદર્શન તારીખ 16ને ગુરુવારે યોજાયું હતું.

- text

એલ.ઈ. ડિપ્લોમા કોલેજના ઇલેકટ્રીકલ અને આઈ.ટી. બ્રાન્ચના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ કૃતિઓનું પ્રદર્શન એક ક્રિએટિવ ઇવેન્ટ અંતર્ગત તારીખ 16મેને ગુરુવારે યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓએ પણ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય ડી.બી. વાગડીયાના માર્ગદર્શન હેઠળ બી.જે. મારસોણીયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સભ્યોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.

- text