માળીયાના નાના દહીંસરા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી : માળીયાના નાના દહીંસરા ગામે પીલિસે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણા પોલીસ સ્ટાફના દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ જે.ડી.ઝાલા તથા સ્ટાફના એફ.આઇ.સુમરા, રમેશભાઈ રાઠોડ, રમેશભાઈ મૈયડ, જયદેવસિંહ ઝાલા સહિતના સ્ટાફે આજે માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે જુગારની રેડ કરી હતી.માળીયા પોલીસે ત્યાં જુગાર રમતા અશોકભાઈ નાનજીભાઈ કગથરા, ભાવેશભાઈ વશરામભાઈ ભાડજા, નાગજીભાઈ દેવશીભાઈ ભાડજા, પ્રભુભાઈ વેલજીભાઈ ધોરીયાણી,કાનજીભાઈ દેવશીભાઈ ભાડજાને રૂ.26800ની રોકડ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.