મોરબીના યુવાનોએ પાંચ રાજ્યોનો પ્રવાસ ખેડી 6 શહીદ પરિવારોને રૂ.11.16 લાખની સહાય હાથોહાથ આપી

- text


પુલવાના શહીદ પરિવારોને હાથોહાથ અનુદાન મળે તે માટે મોરબીના યુવાનોની ટીમનું પ્રેરણાદાયી કાર્ય

મોરબી : પુલાવાના આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર સપૂતોના પરિવારોને મદદરૂપ થવા માટે મોરબીવાસીઓ દાનની સરવાણી વહાવી હતી.ત્યારે પુલવાના શહીદ પરિવારોને હાથોહાથ સહાય મળે તે માટે મોરબીના યુવાનોની ટીમ વિવિધ સંસ્થાઓ અને લોકો દ્વારા એકત્ર કરેલા ફંડ લઈને પાંચ રાજ્યોના પ્રવાસે રવાના થયા હતા.અને આ પાંચ રાજયોમાં કપરી હાલતમાં જીવતા 6 શહીદ પરિવારો રૂ.11.16 લાખની હાથોહાથ સહાય આપી હતી.

મોરબીના અજય લોરીયા સહિતના રાષ્ટ્ભક્ત યુવાનોની ટીમ છેલ્લા કેટલાક સમયથી પુલવાના શહીદ પરિવારોને મદદરૂપ થવા માટે ખાસ સેવાકાર્ય કરી રહી છે.જેમાં જુદીજુદી સંસ્થાઓ અને લોકો દ્વારા શહીદ પરિવારો માટે એકત્ર કરેલા ફંડ મેળવીને આ યુવાનોની ટીમ દેશના ખુણે ખૂણે જઈને ત્યાં વસતા શહીદ પરિવારોને હાથોહાથ ફંડ અર્પણ કરે છે.ત્યારે તાજેતરમાં અન્ય વિવિધ સંસ્થાઓ દ્વારા એકત્ર કરાયેલું ફેડ લઈને આ યુવાને શહીદ પરિવારોને હાથોહાથ સહાય આપવા માટે ગતતા.14ના રોજ રાજ્યોના પ્રવાસે રવાના થયા હતા.જેમાં પંજાબ ધતલના શહીદ જવાન સુખવીન્દર સિધ, પંજાબ મોગાના શહીદ જવાન જયમલ સીધ,પંજાબ દીનાનગરના શહીદ કોન્સ્ટેબલ મહિન્દર સીધ, હિમાચલ પ્રદેશના તિલક રાજ, જમ્મુ કાશ્મીરના નાઝીર અહમદ એમ મળીને છ શહીદ પરિવારો દીઠ રૂ 1.86 લાખ મળીને કુલ રૂ.11.16 લાખની હાથોહાથ સહાય ગૌરવભેર અર્પણ કરવામાં આવી હતી.જોકે આ શહીદ પરિવારોની હાલત બહુ જ કપરી છે. દેશમાં શહીદ થયેલા વીર જવાન તિલક રાજનો ચાર માસનો પુત્ર છે.આ માસુમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.શહીદ પરિવારોની કપરી હાલત જોઈને મોરબીના યુવાનોની ટીમનું પણ હૃદય દ્રવી ઉઠ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text