મોરબીના જીવદયા ગ્રૂપે કચ્છની 300 ગોયોને ઘાસચારો આપી માનવધર્મ દિપાવ્યો

કચ્છમાંથી હિજરત કરીને નીકળતા માલધારીઓની ગોયો માટે કર્તવ્ય જીવદયા ગ્રુપનું પ્રેરણાદાયી કાર્ય

મોરબી : કચ્છમાં દુષ્કાળની સ્થિતિને કારણે માલઢોરને બચાવવા માટે માલધારીઓ ગોમાતાઓ સાથે હિજરત કરી રહ્યા છે.ત્યારે મોરબીના નગડાવસ અને હરિપર ગામે કચ્છથી હિજરત કરીને નીકળેલા માલધારીઓની ગોમાતાઓ માટે કર્તવ્ય જીવદયા ગ્રપે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.જેમાં ભૂખ તરસે ભાભરડા નાખતી 300 જેટલી ગોમાતાઓને લીલો ઘાસચારો ખવડાવીને માનવ ધર્મ દિપાવ્યો છે.

કચ્છમાં ગતવર્ષે ખૂબ જ ઓછો વરસાદ પડતાં દુષ્કાળ પડ્યો છે.નજર સામે જ ભૂખ તરસે ભભરડા નાખીને કણસતા માલઢોરને બચાવવા માટે માલધારીઓને પોતાના ઢોર ઢાખર સાથે વતન માંથી હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.આથી બીજી જગ્યા માલઢોર માટે પાણી અને ચારાની વ્યવસ્થાની આશા સાથે માલધારીઓ કચ્છમાંથી હિજરત કરીને સોરાષ્ટ્ તરફ આવી રહ્યા છે.ત્યારે માલધારીઓ ગોમતાનને બચાવવા માટે મોરબી આસપાસના જીવદયા પ્રેમી લોકો તેમની વ્હારે આવ્યા છે.જેમાં મોરબીના નાગડાવાસ અને હરિપર ગામે કચ્છથી હિજરત કરીને માલધારીઓ 300 ગોમાતાઓ સાથે નીકળ્યા હતા.આ બાબતની જાણ થતાં કર્તવ્ય જીવદયા ગ્રુપના સેવાભાવી કાર્યકરોએ આ ગોમાતાઓ માટે પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું હતું અને 300 ગોમાતાઓ 200 મણ લીલું ઘાસ ખવડાવીને માનવતા દીપાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news