મોરબી રેડિયોમાં આજે ટીમ વિઝનના સભ્યો બનશે મહેમાન

- text


દર શનિવાર તથા રવિવારે ગરીબોના બાળકોને શિક્ષણ આપતી ટીમના સભ્યો સાથે આર.જે. રવિ બરાસરા કરશે સીધો સંવાદ

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આજે ટીમ વિઝનના સભ્યો પિયુષભાઇ પટેલ, વિરલભાઈ ભડાણીયા અને ધ્રુવિનભાઈ રાખોડિયા સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

આજે આ શોમાં ટીમ વિઝનના પિયુષભાઇ પટેલ, વિરલભાઈ ભડાણીયા અને ધ્રુવિનભાઈ રાખોડિયા મહેમાન બનવાના છે. નોંધનીય છે, કે ટીમ વિઝનના સભ્યો કોલેજ કરે છે અને સાથે સાથે દર શનિવાર તથા રવિવારે ગરીબ બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે. તેઓએ આવા ખેતરોમાં તથા સીમાડામાં રહેતા લોકોના બાળકોને ભણાવવા માટે નાનકડી શાળા પણ શરુ કરી છે. તેમની પાસે અત્યારે 300 જેટલા બાળકો ભણે છે, તે વિદ્યાર્થીઓ માટે તેઓ પુસ્તકો તથા ભણવામાં ઉપયોગી એવી અન્ય સામગ્રીઓ પણ દાન દ્વારા મેળવીને બાલકોને આપે છે. ટીમ વિઝનમાં આશરે 50 જેટલા સભ્યો કાર્યરત છે અને તેઓ દર શનિ-રવિ બાળકોને ભણાવવા માટે અલગ અલગ ખેતરમાં કે સીમમાં જાય છે, તો તેમના આ કાર્ય વિશે કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 રિપીટ પણ થવાનો છે.મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text