લજાઈ નજીક બે કાર વચ્ચે અકસ્માત : કોઈ જાનહાનિ નહિ

- text


 

મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપત લજાઇ પાસે આજે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.માત્ર કારને જ નુકશાન પહોંચ્યું હતું.

- text

રાજકોટ – મોરબી હાઈવે પર લજાઈ પાસે આવેલ અનસ હોટલ નજીક આજે બોલેરો કાર અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર નં જીજે ૭ એએચ ૫૫૧૭ અને બોલેરો નં જીજે ૧૨ એઝેડ ૪૬૮૮ વચ્ચે થયેલા આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી. જો કે કારને ભારે નુકશાન પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાઇવેને ફોર લેન બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે. ત્યારે ઓવરટેક કરવા જતા અનેક અકસ્માતો નોંધાયા છે.

- text