મોરબી રેડીયોમાં આજે સાંભળો ડોક્ટર હસ્તીબેન મહેતાને

- text


ડો. હસ્તીબેન મહેતા સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ડો. હસ્તીબેન મહેતા સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

આજે આ શોમાં ગરીબો માટે મફત તથા ટોકનદરે દવાઓ તથા તબીબી સેવાઓ પૂરી પડતા ડો. હસ્તીબેન મહેતા મહેમાન બનશે. અત્રે ઉલ્લેખનીય છે, કે હસ્તીબેન ગરીબ પરિવારો તથા ઝુપડપટ્ટી વિસ્તારના લોકો માટે અનેક દાતાઓની મદદથી મેડિકલ કેમ્પ યોજે છે તથા મફતના ભાવે એટલે કે 2 રૂપિયા, 3 રૂપિયા કે 5 રૂપિયામાં દવાઓ પૂરી પડે છે અને તેમનો ઈલાજ પણ કરે છે. આ રીતે અત્યાર સુધીમાં તેઓએ આશરે 22 જેટલા કેમ્પ કર્યા છે, તો આજે રાત્રે તેમના જીવન વિશે તથા તેમના ઉમદા કાર્ય વિશે કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતી કાલે સવારે 11 થી 12 રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text