મોરબીને સ્વચ્છ બનાવવા તબીબોએ ઝાડુ ઉઠાવ્યું

- text


તબીબોના સફાઈ અભિયાનમાં 50 લોકો જોડાયા હવે પછી જી.આઇ.ડી.સી.પાસે સફાઈ કાર્ય હાથ ધરાશે

મોરબી : મોરબી શહેરને સ્વચ્છ રાખવા માટે તબીબોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને ઝાડુ ઉઠાવ્યું છે.અને તાજેતરમાં નવા બસ સ્ટેન્ડ પાસે સઘન સફાઈ કરી હતી.ત્યારે આ સફાઈ અભિયાનમાં જાગૃત નાગરિકોમાં ભારે પ્રતિસાદ મળતા આ સફાઈ અભિયાનમાં 50 લોકો જોડાયા છે.તયારે હવે પછી શનાળા રોડ જી.આઇ. ડી.સી.પાસે સફાઈ કાર્ય હાથ ધરાશે.

મોરબીમાં તંત્રની સાથે લોકોની પણ બે જવાબદારીને કારણે ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે.મોરબીમાં સફાઈનો એટલો અભાવ છે કે, એક સમયે સોરાષ્ટ્ના પેરિસ તરીકે ઓળખાતા મોરબી શહેર આગામી સમયમાં ગંદુ શહેર તરીકે ઓળખ મેળવે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.જોકે ભૂતકાળમાં તંત્રએ સમયાંતરે સફાઈ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ અસરકારક રહ્યું ન હતું.તેથી એકલા હાથે પ્રયાસથી મોરબી સીટી ક્લીન સીટી બની જવાનું નથી.એના માટે સહિયારા પ્રયાસની જરૂર છે.ત્યારે તબીબો શહેરને સ્વચ્છ રાખવા આગળ આવ્યા છે.જેમાં ડો.ચિરાગ અઘરા સહિતના તબીબો અને જાગૃત નાગરિકોના પ્રયાસોથી મોરબીને એકદમ કિલન સીટી કરવાં માટે સફાઈ અભિયાન હાથ ધર્યું છે અને તાજેતરમાં શનાળા રોડ પર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસે સઘન સફાઈ કરી હતી.આ સફાઈ અભિયાનમાં 50 જેટલા લોકો જોડાયા છે.આ સફાઈ અભિયાનમાં શહેરના તમામ વિસ્તરોને આવરી લેવાશે અને હવે પછી તા.5 ના રોજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જીઆઇડીસીની બહાર શનાળા રોડ મોરબી ખાતે સફાઈ કાર્ય હાથ ધરાશે.આ અંગે તબીબોએ જણાવ્યું હતું કે તેમની અપીલથી સફાઈ અભિયાનના પ્રથમ દિવસે જ ડોક્ટરો, શિક્ષકો, સિનિયર સિટીજનો અને ઉધોગપતિઓ સવારના છ વાગ્યાથી પાવડા તગારા અને સાવરણા લઈને સફાઈ કાર્યમાં મંડી પડ્યા હતા અને નવા બસ સ્ટેન્ડ પાસે દોઢ કલાકમાં ત્રણ ગાડી જેટલો કચરાનો નિકાલ કર્યો હતો એ રીતે દરેક નાગરિકો સફાઈ અભિયામાં જોડાય તો મોરબી એકદમ સાફ સુથરુ શહેર બની જશે.

- text

- text