મોરબીમાં રામ રહીમ ટ્રસ્ટ દ્વારા હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્ન યોજાયા

- text


એક જ મંડપ નીચે કલમાં અને શાસ્ત્રોક્ત વિધિથી બન્ને ધર્મના 20 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા : ભજન અને કવાલીના સુરો છેડાતા અદભુત કોમી એકતાનો માહોલ સર્જાયો

મોરબી : મોરબીમાં રામ રહીમ ટ્રસ્ટ તથા સહયોગી સંસ્થાઓ અને દાતાઓના સહકારથી કોમી એકતાના સોહાર્દભર્યા બેનુમુન વાતાવરણમાં હિન્દૂ મુસ્લિમ સર્વજ્ઞાતિય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો.જેમાં એક જ મંડપ નીચે કલમાં અને હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી બન્ને સમાજના કુલ 20 યુઝલો લગ્નના પવિત્ર અને મજબૂત બંધન તાંતણે બધાયા હતા.આ સમૂહલગ્નમાં ભજન અને કવાલીના એક સાથે સુરો છેડાતાં કોમી એકતાનો અદભુત માહોલ સર્જાયો હતો.

- text

મોરબીમાં ગરીબ દર્દીઓ માટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા રામ રહીમ ટ્રસ્ટે સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી નિભાવવા માટે વિવિધ સંસ્થાઓ તથા દાતાઓના સહકારથી આજે ધોળેશ્વર મંદિર ,વીસીપરા, કેશવાનંદ બાપુના આશ્રમ સામે મેળાના ગ્રાઉન્ડ ખાતે હિન્દૂ મુસ્લિમ સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કર્યું હતું.જેમાં કોમી એકતાના પવિત્ર વાતાવરણમાં બન્ને કોમના 20 યુગલો કલમાં તથા હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિથી જોડાઈને દામ્પત્ય જીવનની મંગલમય શરૂઆત કરી હતી.આ અદભુત કોમી એકતાના વાતાવરણના બન્ને સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો સાક્ષી બન્યા હતા.જોકે આ સમૂહલગ્નમાં ભજન અને કવાલી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.જ્યારે આ સમૂહલગ્નમાં પંચેશ્વરી મેલડી મંડળ, દશામાં ગ્રુપ, દેવાગી રામાં મંડળ ગ્રુપ, જય મામા ગ્રુપ, મિયાણા સમાજ મહામંડલ ગુપ, યંગ ઇન્ડિયા ગુપ, બિલાલ ગ્રુપ, દાઉદભાઈ જામ ગ્રુપ, જય વેલનાથ ગ્રૂપ, ગુલામે કાદરી છબીલ કમિટી સહિતની સંસ્થાઓએ સેવા આપી હતી.જ્યારે આ સમૂહલગ્નને સફળ બનાવવા ગીરીશભાઈ કોટેચા, શૈલેષભાઇ પ્રજાપતિ, ગુલાબભાઈ રેશિયા,ગુલમામદ કટિયા, હુશૈનભાઈ ભટ્ટી, મનુભાઇ ભરવાડ, કૌશલભાઇ મહેતા,મહેબૂબભાઈ કટિયા, હજીભાઈ સમાં, જગદીશભાઈ ઠાકોર, રાજુભાઇ દવે, મુસ્તાક બ્લોચ સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text