આમરણ ગામે પાટીદાર સમાજની વાડીના ઉદઘાટન સાથે સમૂહલગ્ન યોજાયા

- text


સમૂહલગ્નમાં પાટીદાર સમાજના ચાર યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

મોરબી: મોરબીના આમરણ ગામે આવેલ ડાયમંડનગરમાં પાટીદાર સમાજની વાડીનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. સાથોસાથ આ નવનિર્મિત વાડીમાં પાટીદાર સમજના સમૂહલગ્ન યોજાયા હતા. આ સમૂહલગ્નમાં પાટીદાર સમાજના ચાર યુગલો લગ્નગ્રંથિથી જોડાઈને દાંપત્ય જીવનની મંગલમય શરૂઆત કરી હતી.

મોરબીના આમરણ ગામના ડાયમંડનગરમાં આવેલ પાટીદાર સેવા સમજ વાડી ખાતે આજે પટેલ સમૂહલગ્ન સમિતિ આમરણ ચોવીસી અને પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ ડાયમંડનગર દ્વારા પ્રેરણામુર્તિ સ્વ.મગનભાઈ આબભાઈ કાસુન્દ્રાની પ્રેરણાથી આજે પાટીદાર સમાજની નવનિર્મિત વાડીનો ઉદઘાટન સમારોહ અને સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમરણ ગામે ડાયમંડનગરમાં બનેલી નવનિર્મિત પાટીદાર સેવા સમાજ વાડીનું લોકપર્ણ કરવામાં આવ્યું હતું.બાદમાં સમૂહલગ્ન યોજાયા હતા .જેમાં પાટીદાર સમજે હાલના જેટયુગમાં સમયનું મૂલ્ય જઈને આ સમૂહલગ્નની તમામ વિધિઓ ઝડપથી આટોપી લીધી હતી.આ સમૂહલગ્નમાં પાટીદાર સમાજના ચાર યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે પાટીદાર સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે સમાજના શ્રેષ્ઠીઓએ શિક્ષણથી જ સમાજના આગળ લાવવાની હિમાયત કરી હતી.

- text

- text