મોરબી : અવની પાર્કમાં અકસ્માતની રાહ જોતું ગટરનું ખુલ્લું ઢાંકણું

- text


મોરબી : વરસોની હાડમારી વેઠયા પછી મોરબીમાં અન્ડરગ્રાઉન્ડ ગટરો બની હતી. ત્યાર બાદ આ વ્યવસ્થાની યોગ્ય દરકાર રાખવામાં ન આવતા અન્ડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા શહેરમાં આજની સ્થિતિએ વિવિધ સમસ્યાઓનું કારણ બની ગઈ છે.

આ ગટર વ્યવસ્થાના યોગ્ય મેન્ટેનન્સને અભાવે ચોમાસમાં શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા તો ઉદભવે જ છે સાથોસાથ ગટરના ઢાંકણા તૂટી જવા કે ચોરાઈ જવાના બનાવો પણ ભૂતકાળમાં સામે આવ્યા છે. ત્યારે હાલમાં અવની પાર્ક રોડ પર રસ્તાની વચ્ચોવચ એક ગટરનું ઢાંકણું જ કોઈ કારણોસર ગાયબ થઈ જવાથી ખુલ્લા મોઢે કોઈ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે. આસપાસના રહીશોએ આ ખુલ્લા ઢાંકણા પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા માટે લાકડાનો એક લાંબો ટુકડો આ ખુલ્લા મોં વાળી ગોળ કુંડીમાં ફસાવી રાખ્યો છે. પરંતુ તંત્ર તરફથી જાણે કોઈ અકસ્માત થયા બાદ જ ઢાંકણું ફિટ કરવાનું નક્કી કર્યું હોય એમ માનીને કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text