હળવદમાં પાણીની હોજમાં ડૂબી જતાં યુવાનનું મોત

- text


હળવદ : હળવદના સૂસવાવ ગામે પાણીની હોજમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.આ બનાવની હળવદ પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ હળવદના સુસવાવ ગામે રહેતો યુવરાજસિંહ રણવીરસિંહ કામરીયા ઉ.વ.20 નામનો યુવાન ગઈકાલે ગામની સીમમાં વાડીમાં આવેલી પાણીની હોજમાં નહાવા પડ્યો હતો.પરંતુ આ યુવાનનું અકસ્માતે ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text