રૂ.4.56 કરોડની જીએસટી ચોરી કેસમાં બેની ધરપકડ

લોન લેવાના બહાને યુવાન પાસેથી અસલી પુરાવા મેળવી બોગસ પેઢી ઉભી કરીને ટાઇલ્સનું વેચાણ કર્યું હતું.

હળવદ : હળવદમાં પોલીસે રૂ.4.56 કરોડની જીએસટી ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લીધા હતા.આરોપીઓ હળવદના યુવાનને લોન આપવાની લાલચ આપી તેની પાસેથી અસલી ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે બોગસ સીરામીક પેઢી ઉભી કરી ટાઇલ્સનું વેચાણ કરીને મોટાપાયે જીએસટી ચોરી કરી હતી.આ જીએસટી ચોરીના કૌભાંડમાં રાજકોટ એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં તાજેતરમાં જીએસટી ચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતું.જેમાં ભેજાબાજોએ એક યુવાનના ડોક્યુમેન્ટના આધારે બોગસ સીરામીક પેઢી ઉભી કરી ટાઇલ્સનું બરોબર વેચાણ કરીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કર્યાનું બહાર આવ્યું હતું.હાલ હળવદ પોલીસે આ જીએસટી ચોરી કૌભાંડમાં આરોપી સિકંદર વાલેરા અને અનિલ દેલવાડિયાની ધરપકડ કરી છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપીએ લોન આપવાના બહાને હળવદના યુવાન પાસેથી અસલી ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા.બાદમાં આ આધાર પુરાવાના આધારે આરોપીઓ સંગમ ટાઇલ્સ નામની બોગસ પેઢી ઉભી કરીને ટાઇલસનું વેચાણ કર્યું હતું.જેમાં રૂ.4.56 કરોડની જીએસટી ચોરી થઈ હોવાનું બહાર આવતા પોલીસે હાલ બે અરીપીને ઝડપી લીધા છે.જ્યારે આ જીએસટી ચોરીમાં રાજકોટના રાકેશ પટેલનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news