ઘુંટુ ગામે ૧૯ એપ્રિલથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

- text


મોરબી : તાલુકાના ઘુંટૂ ગામે ચૈત્રી સુદ ૧૫, તારીખ ૧૯/૪/૨૦૧૯ને શુક્રવારના રોજથી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૫/૪/૨૦૧૯ને ગુરુવારે સાંજે પાંચ કલાકે મધુરમય વિરામ પામનાર કથા દરમ્યાન દરરોજ બપોરે અને સાંજે શ્રાવકો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવનાર છે. કથાનો સમય દરરોજ સવારે ૦૮:૩૦થી બપોરે ૧૧:૩૦ અને બપોરે ૦૩:૦૦ થી સાંજે ૬:૩૦ રાખવામાં આવ્યો છે જે દરમ્યાન વિવિધ કથા પ્રસંગોની ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં મુખ્યત્વે તા.૧૯ એપ્રિલને શુક્રવારે સવારે ૦૭:૦૦ કલાકે પોથી યાત્રા, તા.૨૦ને શનિવારે સાંજે ૦૪:૦૦ કલાકે કપિલ જન્મ, તા.૨૧ને રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે નૃસિંહ પ્રાગટય, તા.૨૨ને સોમવારે બપોરે ૧૨:૦૦ કલાકે વામન જન્મ તેમજ શ્રી રામ જન્મ અને સાંજે ૦૫:૦૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મ, તા.૨૩ને મંગળવારે સાંજે ૦૫:૦૦ કલાકે બાળલીલા અને ૦૫:૩૦ કલાકે ગોવર્ધન ધારણ અને તા.૨૪ને બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે સુદામા ચરિત્ર તથા સાંજે ૦૪:૦૦ કલાકે રૂક્ષ્મણી વિવાહના પ્રસંગો ઉજવવામાં આવનાર છે. આ ઉપરાંત તા. ૨૫ને ગુરુવારે સવારે ૦૯:૦૦ કલાકે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમતી સી.એન.પટેલ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં, ઘુંટૂ ગામ ખાતે આયોજિત આ ભાગવત કથામાં વક્તા પં.પૂ.શ્રી પીયૂષભાઈ પુષ્કરરાય પંડ્યા (ઘુંટૂ વાળા) કથાનું રસપાન કરાવનાર છે. કથાના આયોજક કરશનભાઈ પૂંજાભાઈ પરેચા, ધરમશીભાઈ, અમરશીભાઈ, પ્રાણજીવનભાઈ તથા સમસ્ત પરેચા પરિવારે ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text