વાંકાનેરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા ગામે આવેલ સિમેન્ટના કારખાનાની ઓરડીમાં રહેતા શ્રમિક યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતી.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના ઢુંવા ગામ પાસે આવેલ આનંદ સિમેન્ટના કારખાનાની ઓરડીમાં રહીને મજુરી કામ કરતા સુરેશભાઈ અંબારામભાઈ કટારીયા ઉ.વ.24 નામના યુવાને ગતતા.15ના રોજ પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઇને જીવનનો અંત આણી લીધો હતો.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.