ટંકારામાં વરસાદ સાથે ભારે પવન ફૂંકતા તોતીગ વૃક્ષ ધરાશાયી

- text


ટંકારા : ટંકારા પંથકમાં આજે બપોરના સમયે એકાએક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ શરૂ થયો હતો.વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાયો હતો.જોરદાર પવનને પગલે ટંકારા કલ્યાણ રોડ પર આવેલ મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું.જોકે સદભાગ્યે કોઈ અનઇચ્છનિય ઘટના બની ન હતી. પરંતુ વૃક્ષ પડતાની સાથે વીજળી ગુલ થઈ ગઈ હતી અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.જેના પગલે પી.જી.વી.સી.એલ વિભાગે તાકીદે ઘટના સ્થળે દોડી જઈને વીજ પુરવઠો પૃવવત કરવાની કામગીરી હાથ ધરી હતી અને રોડ પર આડું પડેલું વૃક્ષ હટાવીને ટ્રાફિકને પણ પૂર્વવત કરવાનો પ્રયાસો હાથ ધરાયા હતા.જોકે વરસાદને પગલે માર્ગી પર પાણી વહી નીકળ્યા હતા

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text