મોરબીમાં કરાટે ટ્રેનિંગ કેમ્પમાં સ્વરક્ષણ માટે તાલીમ મેળવતી બેહનો

કરાટેના નિષ્ણાતે હથિયાર વગર પોતાની ચીજવસ્તુઓથી કેવી રીતે રક્ષણ કરો શકાય તે અંગેની સઘન તાલીમ આપી

મોરબી : મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે વિનય કરાટે એકેડેમી દ્વારા બહેનો સ્વરક્ષણ મેળવી શકે તે માટે વિનામૂલ્યે કરાટે ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે.જેમાં તરુણી અને યુવતીઓથી માંડીને મહિલાઓ કરાટેની સઘન તાલીમ મેળવી રહી છે.ત્યારે તાજેતરમાં સોરાષ્ટ્ કચ્છ ઝોનના કરાટેના નિષ્ણાતે હથિયાર વિના પોતાની ચીજવસ્તુઓથી કેવી રીતે પોતાનું રક્ષણ કરી શકાય તે અંગેની માહિતી સાથેની તાલીમ આપી હતી.

શાળા – કોલેજો કે ઓફિસ તેમજ જાહેર સ્થળે નીકળતી બહેનો કેટલાલ આવરા તત્વોની જાતીય સતામણીનો ભોગ બનતી હોય છે.ત્યારે આવા સ્થળોએ જતા બહેનો બિન સલામતીનો અહેસાસ કરતી હોય છે.જોકે જાહેર સ્થળોએ ઘણી વાર બહેનોની છેડતી થતી હોવાના બનાવો અનેકવાર સામે આવે છે.તયરે તરુણી, યુવતીઓ અને મહિલાઓ જાહેર સ્થળે પોતાની હિંમતથી પોતાની જાતનું રક્ષણ કરી ભયમુક્ત વાતાવરણમાં હરી ફરી શકે અને સલામતીનો અહેસાસ કરી શકે તે માટે મોરબી વાહીની એક્ટિવિટી સેન્ટર દ્વારા મોરબીની નીલકંઠ વિધાલય ખાતે વિનામૂલ્યે કરાટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કરાટે ટેનિગ કેમ્પ મેં મહિના સુધી ચાલશે.જેમાં મોટી સંખ્યામાં તરુણીઓ અને યુવતીઓ તથા મહિલાઓ પદ્ધતિસર રીતે જુડો કરાટેની તાલીમ મેળવી રહી છે.ત્યારે આ બહેનોને ઉત્તમ પ્રકારની કરાટેની તાલીમ આપવા માટે વર્લ્ડ ટ્રેડિશનલ સતોકાંડ કરાટે ફેડરેશનના સોરાષ્ટ્ કચ્છના ચીફ ઇન્ટરકટર નયન ચાવડાએ આ કરાટે ટ્રેનિંગ કેમ્પની મુલાકાતે આવ્યા હતા અને તેમણે કોઈપણ તીક્ષીણ હથિયાર વગર પોતાની વસ્તુઓ જેવી કે ચુંદડી, હેરપીન, અને મોબાઈલ સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને કેવી રીતે વપરિત પરિસ્થિતિનો સામનો કરી શકાય તે અંગે નિર્દેશન કરીને તાલીમ આપી હતી.જેનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news