મોરબી : સમસ્ત ખવાસ સમાજ દ્વારા સંત શ્રી દેશળદેવની ૯૧મી નિર્વાણતિથિ ઉજવાશે

મોરબી : શ્રી સમસ્ત ખવાસ (રજપૂત) જ્ઞાતિ દ્વારા આવનારી ચૈત્ર સુદ ૧૩, તારીખ ૧૭/૪/૨૦૧૯ને બુધવારે પરંપરાગત રીતે દર વર્ષે યોજાતી દેશળ ભગતની નિર્વાણતિથિ ઉજવાશે. આ પ્રસંગ નિમિત્તે મહેન્દ્ર ડ્રાઇવ પુલ પર, દેશળ દેવ હોલ, શ્રી રામચંદ્રજીના મંદિરે ખાતે સવારે 11:00 કલાકે દેશળ ભગતનું પૂજન તેમજ મહાઆરતી યોજાશે. ત્યાર બાદ સૌથી પહેલા મહિલાઓ તેમજ બાળકો માટે મહા પ્રસાદનું આયોજન અને ત્યાર બાદ બપોરે 12:15 કલાકે ભાઈઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતભાઈ રાઠોડ તેમજ મુકેશભાઈ ગોહેલે આ પ્રસંગ નિમિત્તે સર્વ જ્ઞાતિજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news