મોરબીમાં બાવળવાળી મેલડી માતાજીના સ્થાનકે ૩૦મીએ માંડવો

મોરબી : મોરબીમાં બાવળવાળી મેલડી માતાજીના સ્થાનકે ૩૦મીએ માંડવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફુલેકુ, ડાક ડમરુ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો પણ યોજાનાર છે.

મોરબીમાં ભોયના ડેલા પાસે આવેલ બાવળવાળી મેલડી માતાજીના સ્થાનકે આગામી તા. ૩૦ના રોજ સવારે માંડવો યોજાનાર છે. આ દરમિયાન સવારે ૯:૧૫ કલાકે માતાજીનું ફુલેકુ પણ નીકળશે. સાથે સાંજે ૬ કલાકે મહાપ્રસાદ પણ યોજાશે. આ તકે ઉપસ્થિત રહેવા ભાવિકોને બાવળવાળી મેલડી માતાજી મિત્ર મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.