મોરબીની રવાપર ચોકડીએ સવારે ટ્રાફિક જામ સર્જાયો

- text


ખાસ્સો સમય સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો ગરમીમાં શેકાયા

મોરબી : મોરબીની રવાપર ચોકડીએ આજે ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટ્રાફિકજામમાં અનેક વાહન ચાલકો ફસાયા હતા.જોકે ખાસ્સો સમય સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો ગરમીમાં શેકાયા હતા.

મોરબીના હાર્દ સમાં પોશ વિસ્તાર અને સતત વાહનોની ધમધમતી રવાપર ચોકડીએ આજે ટ્રાફિક જામ સર્જાયો હતો.વાહન ચાલકો જલ્દી નીકળવાની લ્હાયમાં જ્યાં જગ્યા મળે ત્યાંથી નીકળવાની કોશિશ કરતા એક પણ વાહન ન નીકળી શકે તે હદે ટ્રાફિક જામ સર્જાતા બને બાજુએ એક કિમિ સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી.અને ખાસ્સો સમય સુધી ટ્રાફિક જામમાં ફસાતા અનેક વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.જોકે છેલ્લા ઘણા સમયથી રવાપર ચોકડીએ ટ્રાફિકજામ થવાની સમસ્યાએ માજા મૂકી છે અને અવાર નવાર ટ્રાફિક જામ સર્જાય છે.તેથી વાહન ચાલકો વખતો વખત ટ્રાફિક જામમાં ફસાઈ છે.ત્યારે રવાપર ચોકડીએ ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા પોલીસ અહીં ટ્રાફિકના નિયમોનું અસરકારક રીતે પાલન કરાવે તેવી માંગ ઉઠી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text