મોરબીની ઉમા વિદ્યા સંકુલના શિક્ષિકાની ફરજ મુક્તિની અપાઈ ભાવપૂર્ણ વિદાય

- text


મોરબી : દીકરી સાસરે જતી હોય ત્યારે પરિવારને કે કોઈ દીકરી શાળાની નોકરી છોડવાની હોય ત્યારે જે તે સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ખૂબ જ દુઃખ થતું હોય છે. સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલમાં શાળા શરૂ થઈ તે દિવસથી આજસુધી સતત 5 વર્ષ સુધી આ શૈક્ષણિક સંસ્થામાં કાર્ય કરતા શિક્ષિકા ચાર્મીબેન દોશી કે જેઓએ ખૂબ જ ઉત્સાહ, પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક આ સંસ્થામાં સેવા આપી રહ્યા હતા. હાલમાં જ તેમની સગાઈ થતા તેઓએ સામાજિક જવાબદારી નિભાવવાના ભાગ રૂપે આ સંસ્થા છોડવાનો અતિ કઠિન નિર્ણય લીધો હતો. વિદ્યાર્થીનીઓએ અને તમામ શિક્ષક સ્ટાફે મને કમને પણ આ નિર્ણયને માન આપી ચાર્મીબેનને અશ્રુભીની વિદાય આપી હતી. શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ પ્રિન્સિપાલ હિતેષભાઈ સોરીયાએ પણ ખૂબ જ લાગણીભીની વિદાય આપી હતી. સતત પાંચ વરસ સંસ્થામાં શૈક્ષણિક કાર્ય નિભાવીને વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફ ગણમાં બહોળો ચાહક વર્ગ ઉભો કરનાર ચાર્મીબેનની કાર્યશૈલીનો ખાલીપો સંસ્થા હમેશા અનુભવશે એમ તમામે જણાવ્યું હતું. વિદ્યા અને સંસ્કારનું સિંચન કરતા શિક્ષકોની આજ તો સાચી કમાણી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text