મોરબીની ઓમ શાંતિ વિધાલયના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો

માનવ અધિકાર મંચે છાત્રોને માનવ અધિકારો અંગે વિસ્તૃત સમજણ આપી

મોરબી : મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં તેજસ્વી છાત્રોને તેમના મનગમતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે માનવ અધિકાર મંચે વિધાર્થીઓને માનવ અધિકારોની વિસ્તૃત સમજણ પુરી પાડી હતી.

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં તેજસ્વી છાત્રોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ શાળાના 159 તેજસ્વી વિધાર્થીઓને મનગમતા પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલ સંજયભાઈ વિરડીયાએ જણાવ્યું હતું કે, આખા વર્ષમાં આ શાળાના વિદ્યાર્થીઓએ કરેલી ઉત્કૃષ્ટ પ્રવૃતિઓ બદલ તેને મનગમતા ઇનામો આપવામાં આવ્યા હતા.કુલ શાળાના 714 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હત.આ વિધાર્થી પ્રતિભાનું સન્માન કરવું એ આખી સ્કૂલ માટે ગૌરવની વાત છે.જ્યારે આ તકે હાજર રહેલા માનવ અધિકાર મંચના નેશનલ લેવલના હોદ્દેદાર ટી.ડી.પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા માનવ અધિકારોનું જતન થાય તે દિશામાં અસરકારક કામગીરી કરે છે.જે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારના અન્યાય થયો હોય તેને અમારી સંસ્થાના માધ્યમથી ન્યાય મળી રહેશે .તેથી જે પણ વ્યક્તિને અન્યાય થયો હોય તેને આ સંસ્થાનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો અને તેમણે વિધાર્થીઓને માનવ અધિકારો અંગે યોગ્ય માહિતી પૂરી પાડી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en