ટંકારામાં આર્ય સમાજ દ્વારા શહીદ દિન નિમિત્તે આજે સાંજે મશાલ રેલી નીકળશે

- text


સાંજે ૭:૩૦ કલાકે રેલીનું પ્રસ્થાન કરાવાશે

ટંકારા : ટંકારામા શહીદ દિન નિમિત્તે આજે સાંજે આર્ય સમાજ દ્વારા મશાલ રેલી યોજાશે. નરબંકાની દેશ દાઝ કાયમી પ્રજવલિત રહે માટે આયોજીત વિશાળ રેલી શહેરના રાજ માર્ગ પર ફરશે. રેલીનું એમડી સોસાયટીથી 7:30 કલાકે પ્રસ્થાન કરાવવામાં આવશે.

આર્ય સમાજ ટંકારાની યુવા પાંખ આર્ય વીર દળ દ્વારા આજે શનિવારે રાત્રે 7:30 કલાકે વિદેશી વિધર્મી અંગ્રેજ શાસકોને ભારતમાથી હાકિ કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ, સુખદેવ,અને રાજગુરુના શહીદ દિને શ્રદ્ધાંજલિ આપવા અને દેશમા થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશ દાઝ થી તેના પ્રાણ પણ માતૃભુમી માટે ન્યોછાવર કરી શકે તેવી ભાવના સાથે મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે.

મશાલ રેલી શહેરના મુખ્ય રાજમાર્ગ પર ફરશે જેનુ પ્રસ્થાન એમ. ડી. સોસાયટી થી થશે. ત્યારબાદ લક્ષ્મીનારાયણ સોસાયટી, જબલપુર સોસાયટી, જીવાપરાશેરી, મોમીનવાસ, નગરનાકા, મોચી બજાર, સંધીવાસ, દેવીપુજકવાસ, રુપાવટી સોસાયટી, ગાયત્રી સોસાયટી, ખાડીયાવાસ, ભવાની વિદ્યા મંદિર, લો વાસ, કોળી વાસ, ઘેટીયાવાસ, લક્ષ્મીનારાયણ મંદિર, ત્રણ હાટડી શેરીથી આર્ય સમાજ ટંકારા જશે. ત્યાં વિરોને શ્રદ્ધાંજલિ અપાશે. બાદમાં આ રેલી આર્ય સમાજ ખાતે પુર્ણ થશે.

- text

આ તકે બહોળી સંખ્યામા હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારાની જનતાને આર્ય સમાજના ઉપપ્રમુખ હસમુખજી પરમારે આહવાન કર્યું છે. રેલીના આયોજન માટે આર્ય સમાજ ટંકારાના મંત્રી દેવજીભાઇ પડસુંબિયાના માર્ગદર્શન નીચે આર્ય વીર દળ ટંકારાના સંચાલક પરેશભાઇ કોરિંગા, રજનીકાંત મોરસાણીયા, પંડિતજી સુવાસજી, ચિરાગ કટારીયા, પ્રતિક ધુળકોટીયા અને જોષી હિમાંશુ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text