મોરબીમાં એલઈડી લાઈટો બંધ : કોન્ટ્રાકટર ખુદ રોશની વિભાગના ચેરમેનને ગાંઠતો ન હોવાની રાવ

- text


નગરપાલિકાના રોશની વિભાગના ચેરમેનની ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત

મોરબી : મોરબીમાં નવી લાખોના ખર્ચે નખાયેલી એલ.ઇ.ડી.લાઈટો વારંવાર ગુલ થઈ જતી હોવાથી અનેક વખત જવાબદાર કોન્ટ્રાકટર સામે આંગળી ઉઠી છે.ત્યારે શહેરમાં કેટલીય લાઈટો બંધ હોવાથી અંધારપટ સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જોકે જવાબદાર કોન્ટ્રાકટર આ મામલે ઘોર બેદરકારી દાખવતો હોવાથી નગરપાલિકાના રોશની વિભાગના ચેરમેને ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરી તેનો કોન્ટ્રાકટ રદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી પાલિકાના રોશની વિભાગના ચેરમેન ગૌરીબેન દશાડિયાએ ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખ અને કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી શહેરમાં નવી નખાયેલી એઇ.ઇ.ડી.લાઈટો જ્યાં જુઓ ત્યાં બંધ હાલતમાં જોવા મળી રહી છે.શહેરની નાની મોટી શેરી હોય કે મેઈન રોડ ધણી જ્યારે આ નવી લાઈટો બંધ છે.તેથી અંધારપટ સર્જાતા રાત્રીના સમયે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જોકે વીજ બચત માટે પાલિકા તંત્રનો આ એલ.ઇ.ડી.લાઈટો નાખવાનો ઉદ્દેશ તો સારો હતો .પરંતુ એલ.ઇ.ડી.લાઈટ નાખવાનો કોન્ટ્રાકટ સભળતા કોન્ટ્રકટરની ઘોર બેદરકારીને કારણે આ ઉદ્દેશ જળવાતો નથી. કારણકે આ કોન્ટ્રાકટર બંધ થયેલી લાઈટો નવી બદલતો પણ નથી અને રિપેર પણ કરી આપતો નથી.આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં હજુ લાઈટો નખાઈ નથી .ત્યારે સરકાર તરફથી મળેલી આશરે 20 હજાર લાઈટો ગઈ ક્યાં.તેથી આ બાબતે કોન્ટ્રકટરની જવાબદારી ફિક્સ કરી તેનો કોન્ટ્રાકટ રદ કરી તેની સામે યોગ્ય કાર્યવાહી કરી શહેરમાં બંધ હાલતમાં રહેલી લાઈટોને બદલાવી નવી નાખવાની તેમણે માંગ કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

street lamps aligned with beautiful blue sky in background

 

- text